મધ્યરાત્રીના ઘોર અંધારામાં,
પોતાનો પ્રતિબિંબ શોધી શકો તો,
તમે સફળ છો...
નિંદ્રાધિન અવસ્થામાં જોયેલા સ્વપ્નો નહીં,
દિવાસ્વપ્નને સાકાર કરી બતાવો તો,
તમે સફળ છો...
મંદિરમાં પ્રભુના દર્શનથી નેત્ર સંતૃપ્તિ નહીં પરંતુ,
હૃદયમાં રહેલા પ્રભુનું દર્શન કરી શકો તો,
તમે સફળ છો...
ટ્રાફિકમાં વાહનોના શોરબકોરમાં,
પોતાના અંતરઆત્માનો અવાજ સાંભળી શકો તો,
તમે સફળ છો...
ધન-રાશિ હશે ઘણી, પોતાના મહેલમાં પરંતુ,
કોઈ ભૂખ્યા ને એકટંક જમાડી શકો તો,
તમે સફળ છો...
- અવિ
સ્થળ : કવિ નર્મદ લાઇબ્રેરી, ઘોડદોડ રોડ.
તારીખ : 05, નવેમ્બર, 2019
(નોંધ : જાવેદ અખ્તર સાહેબની એક રચના છે... જે 'જિંદગી ના મિલેગી દોબારા' ફિલ્મમાં રજૂ કરાઈ છે. 'તૂમ જિંદા હો...' [ https://www.youtube.com/watch?v=Lni3YbDRmpY ] પરથી અભિપ્રેરીત થઈ 'તમે સફળ છો' લખવાનો વિચાર આવ્યો.)

2 comments:
જોરદાર
Thank You....
Post a Comment