પ્રસ્તાવના :
"શૈક્ષણિક ટેક્નોલોજી એ એવી પદ્ધતિઓ પ્રવિધિઓ અને પ્રણાણીઓનું શાસ્ત્ર છે કે જેના થકી શિક્ષણના ધ્યેયો સિદ્ધ કરી શકાય છે." - ડૉ. એસ. એસ. કુલકર્ણી
વર્તમાન સમય એ ટેક્નોલોજી અને જ્ઞાનથી ભરપૂર છે. જ્યાં રોજબરોજ વ્યક્તિ ટેક્નોલોજી સાથે જોડાયેલો છે. પહેલાંના જમાનામાં એક વૃક્ષ નીચે ગુરૂ અને શિષ્ય વચ્ચે શિક્ષણ કાર્ય થતું હતું. પરંતુ વર્તમાન સમય એ વિદ્યાર્થી જાતે પણ ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. આજનું શિક્ષણ એ ટેક્નોલોજીથી ભરપૂર છે. જેમાં રોજ વિદ્યાર્થી ટેક્નોલોજી સાથે અધ્યયન કરતો થઇ ગયો છે. વર્ગખંડમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
શૈક્ષણિક ટેક્નોલોજીનો પરિચય અને અર્થ
પરિચય :
માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકીમાં ત્રણ મૂળભુત સંકલ્પનાઓ રહેલી છે. માહિતી, પ્રત્યાયન અને તેને સંંબંધિત પ્રૌદ્યોગિકી. માહિતી એટલે સચોટ રીતે ગોઠવાયેલ હકીકતો કે જે કોઈ બાબત પ્રત્યેની સમજ સ્પષ્ટ કરે. ઉદાહરણ તરીકે પરિણામપત્રકમાં વિવિધ વિષયોના ગુણ-ટકાવારી, પરિણામ જેવી હકીકતોની રજૂઆતથી વ્યક્તિનાં શૈક્ષણિક સ્તરની માહિતી પ્રાપ્ત થાય છે. પ્રત્યાયન એટલે લેખિત, મૌખિક કે અ્ન્ય અશાબ્દિક રીતે માહિતીની તેનાં મૂળ અર્થમાં જ એક સ્થળેથી બીજા સ્થળે અથવા એક વ્યક્તિથી બીજી વ્યક્તિઓ સુધી પહોંચાડવાની ક્રિયા.ઉદાહરણ તરીકે વર્ગખંડમાં શિક્ષક પરીક્ષા સંબંધિત જાહેરાત કરે અને વિદ્યાર્થી સુધી જો તે યોગ્ય રીતે પહોંચ તો ત્યાં પ્રત્યાયન થાય છે. નોટિસ બોર્ડ પર મુકેલ પરીક્ષાનું સમયપત્રક વિદ્યાર્થી વાંચે ત્યારે ત્યાં પણ સમયપત્રક બનાવનાર દ્વારા પરીક્ષાની માહિતીનું પ્રત્યાયન થાય છે. ત્રીજી સંકલ્પના છે પ્રૌદ્યોગિકી એટલે કોઈ ચોક્કસ હેતુ માટે વૈજ્ઞાનિક જ્ઞાનનું ઉપયોજન કરવું. ઉદાહરણ તરીકે આજે તમે એક બીજા સાથે વાતચીત કરવાના હેતુસર મોબાઇલનો ઉપયોગ કરો છો તો તે ટેક્નોલોજી છે.
ટીવી, રેડિયો, કમ્પ્યૂટર, ટેલિફોન, મોબાઇલ, સેટેલાઇટ જેવા અ્નેક આધુનિક ઉપકરણો કે જે પ્રૌધોગિક વિકાસ પછી આપણને પ્રાપ્ત થાય છે તેવા ઉપકરણો અને ઇન્ટરનેટ, વિવિધ સોફ્ટવેર્સ જેવા અનેક સ્ત્રોતોની મદદથી માહિતીનું સર્જન, પ્રસાર, સંગ્રહ અને વ્યવસ્થાપન કરવું.
ઘણીવાર ICT શબ્દ IT(માહિતી પ્રૌદ્યોગિકી)નાં પર્યાય તરીકે ઉપયોગમાં લેવાય છે. પરંતુ ખરેખર તો ITએ ICTનો ઉપયોગ છે, એટલે કે ICTમાં ITનો સમાવેશ તો છે, પરંતુ તે સિવાય ઘણું વિશાળ ક્ષેત્ર તે ધરાવે છે. ITએ મુખ્યત્વે કમ્પ્યૂટર નેટવર્ક, સોફ્ટવેર અને અન્ય ઉપકરણોની મદદથી માહિતીનું વ્યવસ્થાપન કરે છે. ICT એ વધુ વ્યાપક અને શિક્ષણમાં વધુ સ્વીકૃત શબ્દ છે.
અર્થ :
શૈક્ષણિક ટેક્નોલોજીના સામાન્ય અર્થ શિક્ષણમાં ઉપયોગમાં લેવામાં આવતી ટેક્નોલોજી એવો અર્થ થાય છે. જેને અંગ્રેજીમાં Education Technology કહેવાય છે.
ગુજરાતીમાં ટેક્નોલોજી માટે પ્રવિધિ, પ્રૌદ્યોગિકી, તકનિકી જેવા શબ્દો પ્રચલિત છે. એજ્યુકેશન ટેક્નોલોજી શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ ઈ. સ. 1950માં ઇંગ્લેન્ડમાં બ્રાઈનમરના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
અહીં ICTનો અર્થ Information (માહિતી) Communication (પ્રત્યાયન) Technology (તકનિકી).
માહિતી : માહિતી એટલે ડેટા પર પ્રક્રિયા કરવાથી મળતી નીપજ.
પ્રત્યાયન : પ્રત્યાયન એટલે સંદેશાઓ વડે થતી સામાજિક વાતચીત.
તકનિકી : ટેક્નોલોજી એટલે કે વિજ્ઞાનના સિદ્ધાંત અને ટેકનિકોનીમદદથી અવનવા સાધનો, પદાર્થો, ઉપકરણો અને પદ્ધતિઓનો વિકાસ કરવાની માનવજીવનને ઉન્નત અને ઉત્કષ્ટ બનાવવાની પ્રક્રિયા.