Friday, 10 March 2017

વિવિધ ICTનો શિક્ષણમાં ઉપયોગ


  • ડિજિટલ પ્રકાશનો

        મુદ્રણકલાની શોધથી અધ્યાપન-અધ્યયન ક્ષેત્રે ક્રાંતિ થઇ હતી. આજે આવી જ ક્રાંતિ ડિજિટલ સ્વરૂપે ઉબલ્ધ પુસ્તકો દ્વારા થઇ છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ-1થી 12નાં પાઠ્યપુસ્તકો ગુજરાતી અને અંગ્રેજી જ્ઞાન ભાષામાં (http://gujarat-education.gov.in/textbook/)ઇન્ટરનેટમાં માધ્યમથી ઉલબ્ધ કરાવાયા છે. આ ઉપરાંત NCERT દ્વારા CBSEનાં અભ્યાસક્રમ માટેના ધો.1થી 12ના પુસ્તકો પણ ઉપલબ્ધ કરવાયા છે. (http://www.ncert.nic.in/NCERTS/textbook/textbook_hindi.html)જેનો નિઃશુલ્ક ડોઉનલોડ કરી શકાય છે. વાંચી શકાય તેમજ મોબાઇલ, લેપટોપ કે કમ્પ્યૂટર પર પણ વાંચી શકાય છે. તેમજ Amazon.com, books.google.co.in, bookboon.net જેવી અસંખ્ય વેબસાઇટ્સ પરથી ઉત્તમ શૈક્ષણિક પુસ્તકો પ્રાપ્ત થાય છે. કેટલાક પુસ્તકો અોડિયો સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. જ્યારે સ્માર્ટ ફોનમાં પુસ્તક માટેની અેપ્લીકેશન બનાવવામાં આવી છે.  વિખ્યાત લેખકોના ગ્રંથો કે પુસ્તકોનું શીર્ષક જે હોય તે નામથી એપ્લીકેશન બનનાવવામાં આવી હોય છે.
  • ટેલિવિઝન

         ટેલિવિઝને મનોરંજનના અેક સાધન તરીકે ઘર ઘરમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સમય જતાં ટેલિવિઝન દ્વારા રજૂ થતા દૃશ્ય-શ્રાવ્ય કાર્યક્રમોની અસરકારકતાનો ઉપયોગ શિક્ષણમાં પણ થવા લાગ્યો. ભારતમાં દૂરદર્શન ઉપર વર્ષોથી ચોક્કસ સમયે શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારણ કરતી ચેનલ શરૂ કરી છે. જેની મદદથી IGNOUના શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ થાય છે. આ ઉપરાંત (Consortium for Educational Communication, MHRD) અને UGCના સંયુક્ત ઉપક્રમે ઉચ્ચ શિક્ષણ માટેની વિશેષ ટેલિવિઝન ચેનલ શૈક્ષણિક કાર્યક્રમો પ્રસ્તારિત કરે છે. ગુજરાતમાં શૈક્ષણિક ટેલિવિઝન ક્ષેત્રે BISAGના માધ્યમથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માટેના શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરતી DTH ચેનલો કાર્યરત છે. ઉપરાંત ડિસ્કવરી, નેશનલ જીઓગ્રાફી ચેનલ વગેરે કાર્યરત છે.
  • કમ્પ્યૂટર

          કમ્પ્યૂટરની શોધ અને તેના પ્રસારે દુનિયામાં શિક્ષણની કેટલીક વિભાનાઓ બદલી નાખી છે. શિક્ષકકેન્દ્રી શિક્ષણને વિદ્યાર્થીકેન્દ્રી બનાવવામાં અત્યંત ઉપયોગ આઈસીટી કમ્પ્યૂટર છે. જેના શૈક્ષણિક સંસ્થા અને શિક્ષણના તમામ કામો શક્ય બન્યા છે.
  • ઇન્ટરનેટ 

          ઇન્ટરનેટ એટલે વિશ્વભરમાં પથરાયેલું કમ્પ્યૂટર પરસ્પર સંકલિત જાળું એવું સાદો અર્થ આપણે લઇ શકીએ છીએ. ઇન્ટરનેટે વિશ્વને એક વૈશ્વિક ગ્રામ બનાવી દીધું છે. ગમે તે સમયે ગમે તે સ્થળે શિક્ષણની સંકલ્પના ઇન્ટરનેટ થકી સાકાર થઇ શકે છે. જેથી ઇન્ટરેટના માધ્યમથી માહિતીની આદાન-પ્રદાન માટે એક ઉમદા માધ્યમ બન્યું છે. વિશ્વની કોઈપણ વ્યક્તિ ક્ષણવારમાં જ માહિતી મેળવી શકે છે.

  • મોબાઇલ

          મોબાઇલ ફોનનાં વિકાસ અને સહજ સુલભતા દ્વારા ટેલિકોમ્યુનિકેશન-પ્રત્યાયન ક્ષેત્રે જ ક્રાંતિ આવી છે તેની કલ્પના અગાઉના વર્ષોમાં કરવી મુશ્કેલ હતી. તેમાં પણ સ્માર્ટફોનની શોધથી મોબાઇલ કમ્પ્યૂટર જેવાં બની ગયા છે. આજે મોબાઈલ ફોનમાં શિક્ષણ મેળવી શકાય તેવી અનેક એપ્સ આવે છે. જેનાથી ભાષા, ગણિત, સમાજશાત્ર, સામાન્યજ્ઞાન વગેરેનું શિક્ષણ મેળવી શકાય છે. તેમજ મનોરંજન માટે પણ ઉપયોગી બન્યું છે.

No comments:

શિક્ષક ક્યારેય સામાન્ય હોતો નથી...

     એક દિવસ એક અંગ્રેજી માધ્યમની શાળામાં બી.એડ્. કૉલેજમાંથી કામ અનુસાર જવાનું થયું. શાળામાં બપોર પાળીના શિક્ષકો ધીમે ધીમે શાળામાં આવી રહ્યા...